રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સીટી બસને વધુ લોકપ્રિય બનાવવા માટે સુરત મહાનગર પાલિકાએ સુરત પ્રવાસ ટિકીટ બાદ ડિજિટલ સેવાથી મુસાફરી કરનાર મુસાફરોને વિના મૂલ્યે મુસાફરોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે.સુમન પ્રવાસમાં 25 રૂપિયાની ટીકીટ લઈ આખો દિવસ મુસાફરી કરી શકાય છે.
જેમાં એક જ મહિનામાં 4 લાખ 75 હજાર લોકોએ લાભ લીધો છે.આ યોજના સફળ રહ્યા બાદ હવે સુરત મની કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશનથી મુસાફરી કરનારને વિના મૂલ્યે બસ સેવાનો લાભ આપવામાં આવશે.
સીટી બસ અને બી.આર. ટી.એસ બસ સેવા સહિતની પાલિકાની સુવિધા માટે મની કાર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોએ સુરત મની કાર્ડ લીધો છે.જે પેકી દરરોજ 11 હજાર લોકો મનીકાર્ડ મારફત બસમાં મુસાફરી કરે છે. પરંતુ પ્રશ્નો એ પણ છે કે પાલિકાની સીટી બસમાં લોકોની સેફટી કે તકેદારી શું.
અગાઉ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં લોકો ડોર અને બારીની બહાર લટકી જીવ જોખમમાં મૂકી સીટી બસની મુસાફરી કરતા હોય છે.તેવા પાલિકાની આ જાહેરાત લોકો માટે કેટલી યોગ્ય છે.પાલિકા જે સીટી બસ રોડ પર દોડી રહી છે તેમાં પૂરતી સુવિધા આપવામાં નથી આવી રહી છે જેમાં એક બસમાં સિટિંગ કરતા વધુ લોકો બસમાં મુસાફરી કરતા હોય છે.પાલિકા પોતાના ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મુક્તિ હોય છે.જે રૂટ પર વધુ મુસાફરો હોય તે રૂટ પર વધુ બસ દોડાવી જોઈએ. જેથી મુસાફરોને ઢોર કે વિન્ડો પર લકી ને જીવ જોખમમાં મૂકી મુસાફરી કરવાની જરૂર ના પડે.
સુરત મની કાર્ડ પર એક માસ બસ મુસાફરી ફ્રી
મોબાઈલ એપ્લિકેશનથી મુસાફરી કરનારને એક પણ રૂપિયો ચૂકવવો નહિ પડે
શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા સુરત મનપાનું પહેલ
પાલિકાની આ જાહેરાતની સામે લોકોની સેફટીસ શું…
અગાઉ સીટી બસના ઢોર કે વિન્ડો પર લટકીને જીવ જોખમમાં મૂકી મુસાફરી કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો..
તેવામાં આ જાહેરાત લોકો ને કેટલી સેફટી આપવામાં આવશે…