સુરત શહેર ટ્રાફિક શાખાના રીજીયન-3 માં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈનાઓ SVNIT સર્કલ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન લોકરક્ષક દળના જવાનોની બાઈક ખરાબ થતા SVNIT સર્કલની બાજુમાં આવેલ ગેરેજમાં બાઈક રીપેરીંગ કરાવતા હતા. તે વખતે એક રાહદારી દોડીને રસ્તો ક્રોસ કરતા હતા. તેને અચાનક ખેંચ આવતા નીચે પડી ગયો હતો. યુવક રસ્તા ઉપર એટલા જ જોરથી પટકાયો હતો કે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. માથાના ભાગેથી ખૂબ લોહી નીકળતા યુવક બેભાન થઈ ગયો હતો.લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઈની નજર રોડ ક્રોસ કરીને રસ્તા ઉપર પડેલા યુવક ઉપર જતાં જ ઈજા પામનાર પાસે તાત્કાલિક દોડી તેને આંખના ભાગે તથા માથાના ભાગે લોહી નીકળતું જોઈને. સમય સુચકતા વાપરી તેને જરૂરી સારવાર અર્થે ઈમરજન્સી 108માં કોલ કરી બોલાવી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
સુરતમાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ખેંચ આવતા ત્યાં જ ઢળી પડ્યો
ટ્રાફિક જવાને દોટ મૂકીને હોસ્પિટલ પહોંચાડ્યો
ઢળી પડેલા યુવકને માથા અને આંખના ભાગે ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું