Other

લાંબા સમયથી સુરત એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગમાં ઘણી વખત મૂંઝવણ જોવા મળતી હતી. અને ફ્લાઈટ્સ ડાયવર્ટ અથવા ઉપર રાઉન્ડ મારવા પડતા હતા.આ સમસ્યાના નિરાકરણ માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશ શાહે નિષ્ણાતોની સલાહ લીધા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને લખી ને રજૂઆત અને સૂચન કર્યું હતું સાથે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સોશિયલ મીડિયા ગ્રુપ પર એપ્રોચ લાઈટ્સને CAT-1 માં અપગ્રેડ કરવાનું સૂચન કર્યું હતું.

 

સુરત એરપોર્ટ ખાતે AAI હેડક્વાર્ટર તરફથી એ જ બાબત માટે એક સૂચન મળ્યું છે કે રનવે 22 વેસુ બાજુ જ્યાં ઘણા અવરોધોને કારણે 2906 મીટરનો રનવે 615 મીટરથી ઘટાડીને 2291 મીટર કરવો પડ્યો હતો આ કારણોસર B777 પ્રકાર અહીંથી. મોટા વિમાનો ના લેન્ડિંગ ની એક સમસ્યા હશે. એટલા માટે રનવે 04 ડુમસ સાઈડ પર પણ CAT-1 એપ્રોચ લાઈટો ફીટ કરવી જોઈએ જેથી કરીને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના B777 પ્રકારના એરક્રાફ્ટના લેન્ડિંગ માટે ફ્લાઈટ્સ 04 બાજુથી સંપૂર્ણ 2906 મીટર રનવે પણ મળે અને સરળતાથી લેન્ડ પણ થઈ શકે અને ત્યાં એપ્રોચ્ લાઈટ ની પણ સમસ્યા નહિ રહે અગાઉ એક બાજુના અવરોધને કારણે કેટ 1 એપ્રોચ લાઇટ લગાવવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેને બીજી બાજુ બદલવાની પણ દરખાસ્ત છે જેથી જ્યારે પણ 777 પ્રકારના એરક્રાફ્ટ જે વેસુ બાજુથી ઉતરે છે ત્યારે તેમને સંપૂર્ણ રનવે મળે અને લાઇટની સમસ્યા પણ નહિ રહે .

સુરત એરપોર્ટ હવે એપ્રોચ લાઈટ મળશે

હવે રનવેના બંને બાજુ CAT-1 એપ્રોચ લાઇટ લગાવવામાં આવશે

લાંબા સમયથી એપ્રોચ લાઇટની માંગ કરાઈ રહી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *