કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચા પ્રાંગણમાં તારીખ 21જૂન 2023ને બુધવારના રોજ સવારના 6.30ના સુમારે વિશાળ મેદાનમાં વિશ્વ યોગ દિવસ મનાવાયો. સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોત-પોતાનું સ્થાન ગ્રહણ કરી લીઘું હતું. શાળાના આચાર્ય હાર્દિક જોશી, એડમિનિસ્ટ્રેટર સુબેદાર સમરજીત જી અને ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર હવાલદાર સોહનજીએ દીપ પ્રાગટય કર્યું હતું. શાળાના વ્યાયામ શિક્ષક રામચંદ્રજીએ યોગ પ્રાર્થના કરાવીને વોર્મ-અપ કરાવ્યું.
હળવી કસરત કરાવી ત્રણ પ્રકારનાં આસનો કરાવ્યાં. શરીર સ્વસ્થ રાખવા માટે નિત્ય યોગાસન પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર ખૂબ લાભદાયી છે. તેમ જણાવી આસનો કરાવ્યા પછી સૂર્યનમસ્કાર કરાવ્યા. ત્યારબાદ વિવિધ યોગ મુદ્દાઓનો પરિચય કરાવી પ્રાણાયામ કરાવ્યા. છેલ્લે શવાસન અને ધ્યાન કરાવી યોગ શાંતિમંત્ર કરાવ્યો. શાળાના આચાર્ય હાર્દિક જોશીએ યોગ વિષયનો મહિમા જણાવી જીવનમાં તેનું મહત્ત્વ વિવિધ ઉદાહરણો આપીને સમજણ પાઠવી હતી.
આ તબક્કે અષ્ટાંગ યોગ પ્રણેતા મહર્ષિ પતંજલિના રાજયોગની મહત્તા જણાવી. સાંપ્રત સમયમાં 2015 થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિશેષ પ્રયત્નો થકી વિશ્વના 40 થી વધુ દેશોમાં યોગ સમર્થકો યોગ કરીને સ્વસ્થ જીવન યાપન કરી રહયા છે. શાળાના મેનેજર સંજય વશિષ્ઠજી અને સમરજીત યાદવજીએ પૂર્ણ સ્થિતિમાં આસન કરનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપ્યું હતું. સમાપનમાં શાળાના વરિષ્ઠ શિક્ષક દીપકભાઈ દવેએ આભાર દર્શન કર્યું. અંતે જરૂરી સૂચનાઓ આપી સૌ આગળના કાર્યક્રમમાં જોડાયા હતા.