Latest

પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..

પાટણ. એઆર. એબીએનએસ : પાટણમા હવે પત્રકારો પણ સુરક્ષિત રહ્યા ન હોય તેવી ધટના બુધવારે શહેરના ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા વીટીવી ન્યુઝ ના પત્રકાર ભરત પ્રજાપતિ ઉપર ધી બજારના કેટલાક વેપારીઓએ હુમલો કરી પત્રકાર દ્રારા કવરેજ નહીં કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા ની માંગ કરી હોવાના આક્ષેપ કરી વેપારીઓએ પૈસા ના જોરે પત્રકાર નો અવાજ દબાવી દેવાની હીન્ન પ્રકારની પ્રવૃતિ કરાતા પાટણ સહિત સમગ્ર જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો માં પાટણ ધી બજારના આવા માથાભારે વેપારીઓ સામે રોષ જોવા મળ્યો હતો.

ધી બજારની ધટનામાં ઈજાગ્રસ્ત બનેલા વીટીવી ના રિપોર્ટર ભરતપ્રજાપતિ ને અન્ય પત્રકાર મિત્રોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું અને આ મામલે ધી બજારના કેટલાક માથાભારે વેપારીઓ સામે પત્રકાર ભરત પ્રજાપતિ દ્રારા પોલીસ મથકે ફરિયાદ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણમા પત્રકાર સાથે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ને પાટણના પ્રબુદ્ધ નગરજન જયેશભાઈ પટેલે પણ સમથૅન આપી ધી બજારના કેટલાક વેપારી દ્રારા મોટા પાયે નકલી ધી તૈયાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવા છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ રેડ ના નાટકો કરી શંકાસ્પદ ઘી ના નમૂના મેળવી પૃથક્કરણ ના નામે લેબમાં મોકલી પાછલા બારણેથી આવા વેપારીઓ પાસેથી વ્યવહાર વસુલ કરી સબ સલામત ની આલબેલ પોકારી સંતોષ વ્યક્ત કરવામાં આવતો હોવાના આક્ષેપ કયૉ હતા.

પાટણ ના ત્રણ દરવાજા સ્થિત ધી બજાર માં પત્રકાર સાથે બનેલ બનાવ મામલે માથાભારે ધી બજારના વહેપારીઓ સામે કડક અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી શહેરના ધી બજાર માં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ પાટણ અને જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ માંગ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

1 of 601

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *