Latest

ગાંધીનગર ખાતે રાજ્યના સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરતા રાજ્યના શિક્ષણમંત્રી

ગાંધીનગર: ગાંધીનગર, તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ – ૧ ખાતે આયોજીત સ્ટેટ એનએસએસ એવોર્ડમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા.

અલગ અલગ વિસ્તારોમાં શિબિર મારફતે નિયમિત પ્રવૃત્તિઓ તથા ખાસ શિબિર પ્રવૃત્તિઓ થકી વિવિધ જનજાગૃતિ અને સેવાકીય કાર્યો એનએસએસની ઓળખ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી સ્ટેટ એનએસએસ સેલ, ગાંધીનગર દ્વારા તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ – ૧ ખાતે આયોજીત માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ “સ્ટેટ એન.એસ.એસ. એવોર્ડ વિતરણ” માં નેશનલ સર્વિસ સ્કિમ થકી રાજ્યભરમાં શિબિરો મારફતે શ્રેષ્ઠ સેવા તથા જનજાગૃતિ કામગીરી કરનાર રાજ્યના સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં એન.એસ.એસ શિબિર થકી રક્તદાન, વ્યસન મુક્તિ, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે જન જાગૃતિ સહિતના વિવિધ વિષયો પર જનજાગૃતિ અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે અને જેમાં રાજ્ય ભરના સ્વયંસેવકો ઉત્સાહ અને નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપતા હોય છે. સ્વયંસેવકોએ પણ પોતાનું સન્માન થતા હર્ષની લાગણી અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *