Latest

અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બનાવવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન વધુ વ્યાપક બનાવવામાં આવનાર છે.

અમદાવાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બનાવવા માટે કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક મળી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિત જાહેર વહીવટી તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં સફાઈ અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત તમામ અધિકારીઓ સાથે જીલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષાએ સફાઇ કામગીરીનું અસરકારક મોનીટરીંગ થાય તથા સફાઇ કામગીરીમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત થાય તે બાબતે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આ અભિયાનમાં જિલ્લા/તાલુકા/રાજ્ય કક્ષાના પદાધિકારીઓ, સ્થાનીક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, સખી મંડળો, એન.સી.સી, એન.એસ.એસ,આર.ડબ્લ્યુ.એ, વિવિધ એસોસિયેશન સહિત એન.જી.ઓ જેવી સંસ્થાઓ સહભાગી થાય તે માટે સૂચનો પૂરા પાડવામાં આવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર વહીવટી તંત્ર દ્વારા આગામી બે મહિના દરમિયાન દર સપ્તાહે ગ્રામ્ય તથા શહેરના તમામ વિસ્તારોમાં જેવા કે, બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ,રોડ જંકશન વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ ઘર થી લઇ માર્કેટ સુઘી ઉત્પન્ન થતા કચરાનું તે જ દિવસે ડમ્પ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરાય તે માટેના આયોજનો હાથ ધરવામાં આવનાર છે. જિલ્લાના તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારમાં અલગ અલગ સ્થળો નક્કી કરીને આયોજનપૂર્વક સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *