Latest

અંબાજીના તનીશ જોશીએ રાષ્ટ્રીય જીમ્નાસ્ટિક પ્રતિયોગીતા મા ઓલ ઇન્ડિયામાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો

યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી મીડીયમની અને અંગ્રેજી માધ્યમની ઘણી શાળાઓ આવેલી છે પરંતુ અંબાજી ખાતે એક પણ સીબીએસસીની શાળા આવેલી નથી એટલે અંબાજીના મોટાભાગના બાળકો રાજસ્થાનમાં અભ્યાસ કરવા જાય છે. આબુરોડ ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે જેમાં સીબીએસસી માધ્યમની શાળાઓ પણ આવેલી છે

અંબાજીથી 1,000 કરતા વધુ બાળકો આબુરોડ આબુ અને માવલ ખાતે અભ્યાસ માટે જાય છે. માવલ રાજસ્થાન ખાતે પણ ધ ઉમેદ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે જેમાં અંબાજીના અને બહારના રાજ્યના ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અંબાજીના તનિષ જોષી આ શાળામાં છેલ્લાં 6 વર્ષથી અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ એક્ટિવિટી મોટા પ્રમાણમાં કરાવવામાં આવે છે.

ધ ઉમેદ ઇન્ટરનેશનલ સ્કૂલ આબુરોડના વિદ્યાર્થી તનીશ જોષી રાષ્ટ્રીય સ્તરીય જીમ્નાસ્ટિક કોમ્પિટિશનમાં દિલ્હી ખાતે ભાગ લીધો હતો જેમાં તેને સુંદર પ્રદર્શન કર્યું હતુ. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીમાં યોજાયેલ આ કોમ્પિટિશનમાં ધ ઉમ્મેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ના 3 છોકરા અને 1 છોકરીએ ભાગ લીધો હતો.

આ શાળાના વિદ્યાર્થી તમે કમલેશભાઈ જોષી એ સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું અને તેની ટીમ ચેમ્પિયનશિપમાં ઓલ ઇન્ડિયામાં ચોથો નંબર પ્રાપ્ત કરેલ છે. તનીશ જોશી નો આખા ઇન્ડિયામાં ચોથો નંબર આવતા તેના કુટુંબમાં અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શાળા તરફથી પણ તેને શુભકામના પાઠવવામાં આવી હતી. ગત વર્ષે પણ તનીશ જોશીએ રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરેલ છે. અંબાજી રાજેન્દ્ર નગરમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *