પાટણ. એઆર, એબીએનએસ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી, સાંત્તલપુર,રાધનપુરમાં કન્યા છાત્રાલય ના લાભાર્થે શૈક્ષણિક ડાયરો તા. 27 એપ્રિલ ની સાંજે યોજાવા જઈ રહ્યો હતો જે કાર્યકમ મોફૂક રાખવામાં આવ્યો છૅ.
જમ્મુ કાશ્મીર ના પહેલગાવ માં બનેલ ઘટનાને પગલે રાધનપુર ખાતે યોજનાર ડાયરો મોફૂક રખાયો છૅ. જે દક્ષિણ ગુજરાત ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરએ સોશિયલ મીડિયાના માધ્યમ થી વિડિઓ મારફતે વાત વ્યક્ત કરી હતી.તેમજ રાધનપુરના સ્થાનિક ડો.ગોવિંદજી ઠાકોરએ પણ પોસ્ટ મૂકી લોકોને અવગત કર્યા હતા.
રાધનપુર ભાભર હાઈવે પર આવેલ ઠાકોર સમાજની કન્યા છાત્રાલયના લાભાર્થે યોજાવા જઈ રહેલ શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો છૅ.કશ્મીરના પહેગાવ માં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મોત નીપજ્યા જેને લઈને પાટણ જીલ્લાના રાધનપુરમાં યોજાનાર ભવ્ય લોક ડાયરો મોકૂફ રાખવામાં આવ્યો છૅ.રાધનપુર ખાતે તા. 27 એપ્રિલ ની રાત્રે યોજાનાર ભવ્ય લોક ડાયરો કરાયો રદ કરવામાં આવ્યો છૅ.
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને લઈને સમગ્ર ભારત ભરમાં ભારે રોસ છૅ.ત્યારે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.ત્યારે પાટણ જીલ્લાના રાધનપુરમાં પણ વિરોધ દર્શાવતા ઠાકોર સમાજની કન્યા છાત્રાલયના લાભાર્થે યોજાવા જઈ રહેલ શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો છૅ.