Latest

વિધાનસભાના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો

પાલનપુર, એબીએનએસ: ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડાઓના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો,જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આજે દેશભરમાં યોજાયેલા સ્વામિત્વ કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ કરી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે, તેની લાઈવ ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનએ આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત લાખો લોકોને પોતાની માલિકીના મિલકતનો હક મળ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી વિઝનના કારણે આજે ગ્રામીણ ભારતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. સ્વામિત્વ યોજનાથી ગરીબ અને વંચિત લોકોનું સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોથી પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી રહેશે.

અધ્યક્ષએ જણાવ્યું કે, સ્વામિત્વ યોજનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે તથા માલિકીનો હક મળવાથી લોકો બેંક લોન લઈને પોતાના ઘરનું નવીનીકરણ કરી શકશે અથવા નવો વ્યવસાય પણ શરૂ કરી શકશે. આ સાથે જ જમીનના વિવાદો પણ ઓછા થવાથી લોકોને આ યોજનાનો સીધો લાભ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લો આ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હોવાથી અધ્યક્ષએ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.

કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન ‘એક પેડ માટે નામ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા માલિકીનો દસ્તાવેજ કહેવાય છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શેખ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત…

અરવલ્લી ના ભિલોડા ખાતેગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર…

1 of 574

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *