ડો.મેહુલ ગોસાઈ અને ડો.હીનાબેન (બાળરોગ નિષ્ણાંત) દ્વારા થેલેસેમિક બાળકોની તપાસ કરી માર્ગદર્શન આપેલ
વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર રેડક્રોસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે ભાવનગરમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ,
જેમાં ભાવનગરના બાળ રોગ નિષ્ણાત ડો.મેહુલ ગોસાઈ( હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાળકોનો વિભાગ, સર.ટી.હોસ્પિટલ ભાવનગર) તથા ડો.હીનાબેન (બાળરોગ નિષ્ણાંત) દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, રેડ ક્રોસ ના વાઇસ ચેરમેનશ્રી.સુમિતભાઈ ઠક્કર દ્વારા થેલેસેમિક બાળકોના વાલીઓ સાથે પરામર્શ કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર શ્રી.આર.કે.મેહતા (IAS, કલેકટરશ્રી અને પ્રમુખશ્રી રેડક્રોસ ભાવનગર) તેમજ ભાવનગર સર્ટી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત અને હેડ ઓફ ઘી ડિપાર્ટમેન્ટ ડોક્ટર મેહુલ ગોસાઈ સાહેબ ઉપસ્થિત રહી થેલેસીમિયા ના બાળકો અને વાલીઓ ને પ્રોત્સાહન પૂરું પાડેલ, આજના દિવસે રેડક્રોસ સંચાલિત શ્રી.ઊત્તમ એન ભુતા રેડક્રોસ બ્લડબેંક દ્વારા થેલેસેમિક બાળકોને 12 થી વધુ યુનિટ રક્ત બ્લડ ટ્રાન્સફયુઝન માટે વિનામૂલ્યે આપવામાં આવેલ, અને ખાસ થેલેસેમિક બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રેડક્રોસ ભાવનગર માં પ્રતિ વર્ષ 12000 કરતા વધુ યુવક યુવતીઓ ની લગ્ન પહેલા થેલેસીમિયા ની તપાસ કરવા માં આવે છે અને રેડક્રોસ ભાવનગર ખાતે દિવાનપરા ખાતે આવેલ લેબ માં રાહતદરે થેલેસીમિયા ટેસ્ટ સવારે 9 થી રાત્રે 8 સુધી કરવા મા આવે છે અને વર્ષે 1000 જેટલી સગર્ભા બહેનો ના પણ થેલેસીમિયા ટેસ્ટ કરવા માં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રેડક્રોસ ટીમના શ્રી.ડો.હિતેશ મિસ્ત્રી, ડો.વિક્રમ રોજાસરા (MD, IHBT), શ્રી.માર્ગરેટા બેન પરમાર, શ્રી.વિનય કામળીયા, શ્રી.હીનાબેન પટેલ તેમજ અન્ય સ્વયંસેવકો એ ભારે જેહમત ઉઠાવી હતી.