Latest

અંબાજી ખાતે ટોઈંગ વાળા ની ધોર બેદરકારી લૂંટ કરતા હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

શક્તિ ભક્તિ એને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે અંબાજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કરોડો ભક્તોની આસ્થા નું કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અનેક અભિનેતાની સાથે રાજકીય કક્ષાના આગેવાનો માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે

અને તેમની સાથે સાથે કહી શકાય કે આમ લોકો પણ માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે જ્યારે અંબાજી દર્શનાર્થે આવેલ ભક્તે અંબાજી કાઠીયાવાડી હોટલ નજીક રસ્તાની સાઇડમાં ગાડી પાર્ક કરી અને વોશરૂમ જવા ગયા એટલીજ વારમાં ટોઈંગ વેન ના પાવતી ફાડવાવાળા  આવી અને વાહનને લોક લગાવી દીધું હતું

જેને લઇ દર્શનાર્થીએ લોક ખોલવા જણાવતા ટોઈંગ વાળાએ જો લોક ખોલવું હોય તો ₹300 આપવા પડશે અને જો પાવતી લેવી હોય તો ₹700 આપવા પડશે અને 600 રૂપિયા ટોઈંગ નો ચાર્જ એમ કહી ઉઘાડી લૂંટ કરી પૈસા આ યાત્રિક પાસે માગ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

જ્યારે ચોક્કસથી કહી શકાય આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ટોઈંગ વેન વાળા સામે અનેક સળગતા સવાલ ઉભા થવા પામ્યા છે. અંબાજી એક પવિત્ર યાત્રાધામ હોય અંબાજી આવતા દર્શનાર્થીઓ સાથે આવી ઉઘાડી લુંટ થશે તો યાત્રિક અંબાજી ટોઈંગ વાળા અને ટ્રાફિક અને પોલીસની કેવી છાપ લઈ જશે તે એક વિચારવાની બાબત છે

ચોક્કસથી કહી શકાય કે આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જ્યારે ટોઈગ વિભાગ દ્વારા આવા ઉઘાડી લુટ ચલાવતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે..

કલેકટર  ના જાહેરનામું ના ભંગ
અંબાજી ના એક  માર્ગ પર અમલીકરણ કરવામાં આવે છે
જ્યારે  51 શક્તિપીઠ સક સર્કલથી સાત નંબર ગેટ જૂના નાકાથી 51 શક્તિપીઠ સર્કલ થી અંબે હોરીટેઝ .

જુના નાકાથી લગાવીને ચુંદડીવાળા માતાજી સુધીનો જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું પણ અંબાજી માં 51 શક્તિપીઠ સર્કલથી તો જૂના નાકા સુધી જ અમલીકરણ કરવામાં આવે છે બીજા બાકીના માર્ગ ઉપર કેમ નહીં તે એક મોટો પ્રશ્નાર્થ છે

અંબાજી માં ચાલતી ટોઈંગ કંપની ના માલિક ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે 

અહેવાલ અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *