યુવા નેતા રસિક ચાવડા ની સફળ રજુવાત..
ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકામાં મંજુર થયેલ સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ નું બાંધકામ શરુ કરવા બાબતે અનેક વખત રજુવાત કરવામાં આવી હતી. તેમાં ગીર સોમનાથ કલેક્ટર શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીશ્રી ના કાર્યાલય ગાંધીનગર ખાતે પણ રૂબરૂ રજુવાત કરવામાં આવી હતી.
રજૂવાત માં ઉના તાલુકો એ છેવાડાનો સૈાથી મોટો તાલુકો છે.ત્યારે સરકારશ્રી દ્વારે અહીં સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ જાહેર કરવામાં આવી હતી. સી.એચ.સી. ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્પીટલ માં અપગ્રેડ કરવા હોસ્પીટલ ને હયાત મકાનનું ફનિચર્સ–ફીકચર્સ સહીત વિસ્તરણ કરવા અત્યાર સુધીમાં કુલ ૧૨૦૦.૦૦ લાખ ની ગ્રાંટ આરોગ્ય વિભાગ દ્વારા પી.આઈ.યુ.ને હવાલે કરવામાં આવી છે.
ઉના ગામ ના સર્વે નં.૪૨૨ ની હે.૩૩–૭૯-૧૪ ચો.મીટર જમીન માંથી હે૫–૦૦-૦૦ ચો.મી. જમીન પેટા જિલ્લા હોસ્પીટલ તેમજ અન્ય ફેસેલીટી (૧૦૦ બેડ) બનાવવા માટે કલેટરશ્રી ગીર સોમનાથ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે. આ સંપાદન ને પણ ધણો સમય થઈ ગયો છે.
સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ બાબતે ગ્રાંટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને જમીન સંપાદન પણ કરી આપવામાં આવેલ છે. તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે નવીન સબ ડીસ્ટ્રીક હોસ્પીટલનું બાંધકામ શરુ કરવામાં આવે. તેવી રજુવાત કરવામાં આવી હતી.
તેના ફળસ્વરૂપ પી. આઇ.યુ. રાજકોટ દ્વારા
જણાવવામાં આવ્યું કે અરજદારશ્રી ચાવડા રસિકભાઈ ની સબ ડીસ્ટ્રીકટ ઉના નું નવું બાંધકામ શરુ કરવા અંગે કરેલ ઓન લાઈન રજુઆત અન્વયે, હાલ સબ ડીસ્ટ્રીક્ટ ઉના નું નવું બાંધકામ અંગે નકશા અંદાજપત્ર ની કામગીરી પૂર્ણ થયેલ છે. તથા નવું બાંધકામ અર્થે ટેન્ડરની જાહેર નિવિદા નં. ૧૮/૦૨/૨૦૨૪-૨૫, તા. ૦૨-૦૩-૨૦૨૫ ના રોજ સમાચાર પત્ર માં પ્રસિદ્ધ કરેલ હોઈ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે સબ ડીસ્ટ્રીકટ ઉના નું નવું બાંધકામ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની ટેન્ડરની જાહેર નિવિદા પણ બહાર પડી ગઈ છે આ સાથે પ્રકિયા કરવામાં આવી છે.
ત્યારે ઊના ની વરસો જૂની સબ ડિસ્ટિક હોસ્પિટલ નિર્માણ નું કાર્ય હવે થશે અને આ છેવાડાના વિસ્તારના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહેશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના કાર્યાલય માં સફળ રજુવાત થઇ અને પી .આઇ.યુ. રાજકોટ, કલેક્ટર ગીર સોમનાથ નો પણ આભાર વ્યક્ત રસિક ચાવડા દ્વારા કરવામાં આવિયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન સંપાદન માં મહત્વ ની કાર્યવાહી તત્કાલ ના પ્રાંત અધિકારી જ્વલત રાવલ એ લોક હિતાર્થે અંગત રસ દાખવી સંપાદન પૂર્ણ કર્યું હતું. અને હાલ ના કલેક્ટર ડી. ડી.જાડેજા એ વહીવટી પ્રકિયા કરી જમીન સંપાદિત કરી હતી. જે આ વિસ્તાર ના લોકો હંમેશ ના માટે આ બન્ને અધિકારી ને યાદ કરશે.