Latest

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ્તાર માટે જન સેવાના કાર્યો સંપન્ન

શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતની સેવાઓનું લોકાર્પણ

જૂનાગઢ, તા.૧૦, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકામાં સ્થિત પટેલ વાડી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વંથલી તાલુકાના ચૂંટાયેલા વિવિધ જન પ્રતિનિધિઓને માર્ગદર્શન સેમિનાર અને વંથલી નગર પાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી વંથલી નગરપાલિકા વિસ્તાર માટે એમ્બ્યુલન્સ અને શબવાહિની જનસેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ લોકો સાથે સતત જોડાઈ રહેવા અને લોકોના પ્રશ્નોને કેવી રીતે હલ કરવા જોઈએ તે અંગે ચૂંટાયેલા નવા જન પ્રતિનિધિઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.

સમારોહ દરમિયાન ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નયનાબેન ફળદુ, નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશભાઈ, વંથલી પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલ, દૂધ સંઘ સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી સોનલબેન દેવરાણીયા, જૂનાગઢ જિલ્લા અને તાલુકાના વિવિધ મહામંત્રીશ્રીઓ, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *