તિરંગા નું સન્માન જાળવવા ભરતસિંહ ચૌહાણે રસ્તા પર પડેલા તિરંગા ને વાયરલ ન કરવા અપીલ
કોલ અથવા મેસેજ કરો એટલે સ્થળ પર આવી ને લઈ જઈશ એવો મેસેજ કર્યો વાયરલ
તા.16 ઓગષ્ટ 2022
વાત છે વડોદરા જિલ્લાની કે જ્યાં એક SRPF ગ્રુપ – ૯ વડોદરા ના જવાને સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરી છે કે જેમાં લખવામાં આવ્યું છે…
આઝાદી ના 75 માં વર્ષે દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને 76 માં વર્ષ ના પ્રવેશી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નું આહવાન “હર ઘર તિરંગા” ને બહોળો પ્રતિસાદ મળ્યો છે
આપ સૌ દેશવાસીઓ ને સ્વતંત્ર દિવસ ની શુભકામનાઓ
15 ઓગષ્ટ પછી અમુક નબળી વિચારધારા વાળા તત્વો આપણા દેશની શાન સમા તિરંગા ને ક્યાંક કચરામાં જોશે કે ફાટેલો કે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોશે એટલે ફોટો વિડીઓ ઉતારી શેર કરી આપણા જ સન્માન ને હાનિ પહોંચાડશે…
તો આખા વડોદરા શહેર ને બે હાથ જોડી પ્રાર્થના કરું છું કે આપને આવો કોઈ તિરંગો મેલો, ક્ષતિગ્રસ્ત, કચરામાં અથવા અસન્માનનીય હાલત માં જોવા મળે તો કૃપા કરી મો.નં.9510083544/9974442730 પર કોલ કરી ને જણાવજો અને કોઈ મહેરબાની કરીને ફોટો,વિડિઓ ઉતારી શેર કરતા નહિ.હું સ્થળ પર આવી તિરંગો લઈ જઈશ અને ખૂબ સન્માન સાથે આપણી આન,બાન અને શાન સમા તિરંગા વિધિવત નિકાલ કરીશ…
આપના સહકાર બદલ આભાર…
ભરતસિંહ આર.ચૌહાણ
SRPF ગ્રુપ – ૯ નો જવાન
મકરપુરા (વડોદરા)
આખા ગુજરાત માં અન્ય જગ્યાએ મેસેજ મળે અને આવી હાલતમાં તિરંગો જોવા મળે તો ઉપરોક્ત વોટ્સએપ નંબર માં Hi લખી ને મોકલો. એડ્રેસ મોકલીશ તેના પર કુરિયર કરી આપશો..
જય હિંદ
ભારત માતા કી જય
વંદે માતરમ્ 🇮🇳🇮🇳
સલામ છે આ SRPF જવાન ને કે જેમણે દેશની આન, બાન અને શાન સમા તિરંગા ને સન્માન માટે વ્યથા કરી આવા તિરંગા ને એકત્રીકરણ કરી વિધિવત નિકાલ નો મેસેજ વાયરલ કર્યો છે …