આ તકે ધ્વજ વંદન પાટણમાં વલભીપુર મામલતદાર કણઝરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને વલ્લભીપુર ખાતે નગરપાલિકા પ્રમુખ હેતલબેન પરમાર ના હસ્તે કરવામાં આવ્યું અને સાથે ગંભીરસિંહજી હાઈ સ્કુલ ના પ્રિન્સીપાલ ડૉ. હિતેન્દ્રસિંહ કે ગોહિલ અને ચીફ ઓફિસર થાનકી સાહેબ એ સાથે રહી સલામી આપી અને રાષ્ટ્રગાન ગાવા માં આવ્યું.અને ભાજપ શહેરપ્રમુખ નીતિનભાઈ ગુજરાતી અને પ્રિન્સીપાલ ડૉ.હિતેન્દ્રસિંહ ગોહિલ એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી.
ત્યારબાદ દેશ ના જાંબાઝ જવાનો નું અભિવાદન કરવામાં આવ્યું અને નગરપાલિકા ના રેસ્ક્યું ટીમ નું સન્માન કરવામાં આવ્યું અને શાળા ના સ્પોર્ટ્સ ટ્રેનર પાયલબેન મેણીયા અને સેજલબેન જાદવ ને સન્માનિત કરવામાં આવ્યા અને વિદ્યાર્થી ઓ ને પણ સન્માનિત કરવામાં આવ્યા.
ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયો જેને દાતાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .
ત્યારબાદ તિરંગા યાત્રા સ્કૂલ થી રિવર ફ્રન્ટ સુધી ની યોજાઈ જ્યાં શીલા ફલ્કમ કાર્યક્રમ યોજાયો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અંત માં અલ્પાહાર કરી સ્મરણો વાગોળતા સૌ છુટા પડ્યા.
સમગ્ર કાર્યક્રમ શાળા ના આચાર્યશ્રી ડૉ. હિતેન્દ્ર સિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો અને સંચાલન શાળા ના શિક્ષકો જયદેવસિંહ ગોહિલ અને હિતેન્દ્ર સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું આ તકે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી ઓ એ ભારે જહેમત ઉઠાવી સહયોગ પૂરો પાડી કાર્યક્રમ સફળ બનાવ્યો
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર