Latest

વલભીપુર રાજકોટ હાઇવે પર રામપર નજીક પેટ્રોલ પંપ ની બાજુમાં maruti ciaz કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

 

 

આહીર સમાજ પર આફતનું આભ ફાટ્યું એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી
રાત્રે બે કલાકે મળી રહેલા અહેવાલોમાં આહીર સમાજ પર આફતનું આપ ફાટ્યું હતું એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી આહિર સમાજમાં ભારે આરેરાટી ફેલાઈ જવા પામ્યો હતી

બનાવની વધુ વિગતોમાં જોઈએ તો સુરતથી અમરેલી તરફ જઈ રહેલ શિયાઝ કાર ગાડી નંબર gj 16 જીબી 95 30 કાર ટ્રક પાછળ ધુસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને કરુણતા એ છે કે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના જીવનદીપ બુજાઈ ગયા હતા જેમાં પતિ પત્ની અને પુત્રના મોત થયા હતા.

જેમાં પિતા જીલુભાઈ ભુવા ઉંમર વર્ષ 40 પત્ની ગીતાબેન જીલુભાઈ ભુવા ઉમર વર્ષ 38 અને પુત્ર શિવમ જીલુભાઈ ભુવા ઉંમર વર્ષ 15 ના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો મૂતક ની લાશ ને વલભીપુર ની સરકારી હોસ્પિટલમાં ખસેડેલ હતી જ્યારે એક વ્યક્તિ અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વલભીપુર પંથકના રોડ અતિશય ખરાબ અને ખખડધજ હાલતમાં હોય આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ નિકળી રહ્યું છે

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું

ગોધરા, સંજીવ રાજપૂત: ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી…

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…

1 of 596

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *