Latest

લોધિકામાં વિવિધ સરકારી સેવાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ લોધિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રજૂ થયેલ પ્રશ્નોનું સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કર્યું હતું. ત્યારબાદ તાલુકા પંચાયત ખાતે પદાધિકારીઓ સાથે લોક સંવાદ કરવામાં આવ્યો તેમજ અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરી વિવિધ કામગીરી અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ લોધિકા સબ સેન્ટરની મુલાકાત દરમ્યાન NQAS મુજબની પ્રેગ્નન્સી ટેસ્ટ, હિમોગ્લોબિન, યુરિન એલ્બ્યુમિન અને શુગર, બ્લડ શુગર, મેલેરિયા, ડેન્ગ્યુ સહિત કુલ ૧૪ રિપોર્ટની કામગીરીની ચકાસણી કરી હતી. જેમાં સબ સેન્ટર કક્ષાએ NQASના ૧૪માંથી ૧૪ પેરામીટર યોગ્ય હોવાનું જણાતા ઉત્તમ કામગીરી બદલ કર્મચારીઓની સરાહના કરી હતી.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીએ લોધિકા આંગણવાડી કેન્દ્ર–૨ની મુલાકાત લઈ બેનીફિશિયરી એડિશનની કામગીરીની રૂબરૂ ચકાસણી કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમજ ડોકયુમેન્ટના અભાવે પોષણ ટ્રેકરમાં રહી ગયેલા લાભાર્થીઓનું ઝુંબેશ સ્વરૂપે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા અને THR વિતરણની કામગીરીનું રજીસ્ટર ચકાસી તમામ લાભાર્થીઓને યોગ્ય પોષણ મળી રહે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

અધિકારીએ સબ સેન્ટરની મુલાકાત દરમિયાન FHW, MPHW, CHO તથા આશા બહેનો સાથે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ VHR અને HR સર્ગભા બહેનો માટે બર્થ માઇક્રોપ્લાન મુજબ ડિલિવરી ફેસિલિટી પ્લાન, ટ્રાન્સપોર્ટ પ્લાન તથા ઇમરજન્સી સમયે બેકઅપ વ્યવસ્થા અંગે વિગતવાર જાણકારી મેળવી. આ પ્રકારની આયોજનબદ્ધ કામગીરી સમગ્ર જિલ્લામાં અમલમાં આવે તે માટે RCHOને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *