માંડવી – કચ્છના વક્તા પારાયણનું રસપાન કરાવશે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ તાલુકાના વાસણા ગામે જલારામ સેવા ટ્રસ્ટ અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી ચિત્રકૂટ ધામ,જલારામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં માંડવી – કચ્છના પ્રસિદ્ધ વક્તા મનુભાઈ વૈશ્નવ શ્રોતાઓને પારાયણનું સંગીતમય રસપાન કરાવશે.
અરવલ્લીના અંતરિયાળ મેઘરજ તાલુકાના વાસણામાં જનકલ્યાણ અર્થે આયોજિત પારાયણમાં ડો.બંસી ભાઈ પટેલ (મેઘરજ) મુખ્ય યજમાન પદે બિરાજશે.તા.૨૪ ના રોજ દેવરાજ ધામના મહંત ધનગીરી બાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પારાયણનો પ્રંભ થશે.બપોરે ૧૨ કલાકથી સાંજના ૪ કલાક સુધી પારાયણનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
તા.૧ જાન્યુઆરી સુધી ચાલનાર આ પારાયણમાં શિવવિવાહ,સીતાજન્મ,સીતારામ લગ્ન,રામ પાદુકા પૂજન,સુંદરકાંડ,રામેશ્વર સ્થાપન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી તાલુકાની ધર્મપ્રેમી પ્રજામાં અનેરો ઉત્સાહ છવાયો છે. પારાયણના પ્રખર જ્ઞાતા મનુભાઈ વૈશ્નવ સાથે માંડવી કચ્છના સંગીત કલાકારોને સંભાળવા એક અલૌકિક પ્રસંગ બની રહેનારો હોઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.