ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી રામદેવપીર મંદિર ખાતે દર વર્ષે ભાદરવી ૧૦ (દશમ ) ના દિવસે શ્રી રામદેવપીર ની ધ્વજા રોહણ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઘોઘલા નિવાસી સવચંદભાઈ કામળીયા દ્વારા ધ્વાજ રોહણ કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘલા થી લઈ ને વાંસોજ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
બેન્ડવાજા, અબીલ, ગુલાલ તેમજ ફટાકડા ફોડી ભાવિભગતો દ્વારા રામદેવપીર ના જય નાદ સાથે ઝુમી ઉઠ્યા હતા ત્યાર બાદ વાંસોજ રામદેવપીર મંદિર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવી હતી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ