જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની દ્વારા શ્રી હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા પૂર્વે સ્વામિનારાયણ મંદિર બેડી ગેટના કોઠારી સ્વામી ચત્રભુજ સ્વામીજી, સ્વામિનારાયણ ગુરુકુળ ઠેબાના ગોવિંદ સ્વામી, ચિંતનપ્રિય સ્વામી, ગુરુદ્વારા ના ગ્રંથિ સાહેબ, ગાયત્રી મંદિરના ચમનભાઈ વસોયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, લોહાણા મહાજનના પ્રમુખ અને વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, વેકરીયા ઇન્ડસ્ટ્રીઝના યોગેન્દ્રભાઈ વેકરીયા, પૂર્વ ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ડાયરેક્ટર સવજીભાઈ ચોવટીયા, પરેશભાઈ કથીરિયા, નિલેશભાઈ વાટલીયા, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ આહીર, શ્રીરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર, સુથાર જ્ઞાતિના અગ્રણી દિલીપભાઈ ભારદિયા, કુંદનબેન, પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયા, રામાનંદી સમાજના ડો. અગ્રાવત, કડિયા જ્ઞાતિના ઉપપ્રમુખ જયશ્રીબેન, લેઉવા પટેલ સમાજના કિશોરભાઈ સંઘાણી, કૈલાશભાઈ રામોલિયા, સુનિલભાઈ પટેલ, કોર્પોરેટર શારદાબેન વિંઝુડા, પ્રભાબેન ગોરેચા, અમિતાબેન બંધીયા, મિતેશભાઈ મહેતા સહિતના અગ્રણીઓ અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં બજરંગ દળ માં નવા જોડાઈ રહેલા 205 જેટલા હિન્દુ નવયુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.
જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવના પાવન અવસરે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા મિગ કોલોની માં આવેલ શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે શ્રીહનુમાનજીના જન્મોત્સવ ની વાજતગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્વે સંતો મહંતોની ઉપસ્થિતિમાં 205 જેટલા યુવાનોને હિન્દુ ધર્મની રક્ષા કાજે ત્રિશુલ દીક્ષા આપી બજરંગ દળ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શ્રી હનુમાનજી જન્મોત્સવની જામનગરમાં નીકળેલી શોભાયાત્રા મિગ કોલોની માં આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિરેથી જય શ્રી રામ અને બજરંગ બલી કી જયના નારા સાથે નીકળી હતી. જે પ્રદર્શન ગ્રાઉન્ડ, લાલ બંગલા સર્કલ, ટાઉન હોલ, બેડી ગેટ, સજુબા સ્કૂલ, ચાંદી બજાર, હવાઈ ચોક થઈ રાત્રે તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ શોભાયાત્રા દરમિયાન હનુમાનજીની વાનર સેના ની ઝાંખી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તૈયાર કરાયેલા હનુમાનજીના ધાર્મિક ફ્લોટ્સ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠ દ્વારા શોભાયાત્રા દરમિયાન ચલિત માં હવન પણ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા ના રૂટ પર બજરંગ દળના યુવાનો અને દુર્ગાવાહિનીના બહેનો દ્વારા તલવારબાજી અને અંગ કસરતના દાવ સાથે વિવિધ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ ના 205 જેટલા નવયુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. હિન્દુ ધર્મની રક્ષા કાજે યુવકોમાં ધાર્મિકતા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે સેવા, સુરક્ષા અને સંસ્કારના સિંચન સાથે બજરંગ દળ માં યુવાનોને સામેલ કરવામાં આવતા હોય છે. ત્યારે 205 જેટલા બજરંગ દળ ના નવ યુવાનોએ જામનગરમાં ત્રિશુલ દીક્ષા ધારણ કરી હિન્દુ ધર્મ કાજે તન મન ધન થી સમર્પિત ભાવે શપથ પણ લીધા હતા.
શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે જામનગરમાં નીકળેલ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમ પિલે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, સેવા વિભાગ સંયોજક પ્રફુલભાઈ ચૌહાણ, સત્સંગ સંયોજક મનહરભાઈ બગલ, માતૃશક્તિ સંયોજીકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, દુર્ગાવહિની ના કૃપાબેન લાલ, શીતલબેન ખંભલા, રીનાબેન નાનાણી, સ્વરૂપબા જાડેજા, ભાવનાબેન મણીયાર, અલકાબેન ટંકારીયા, ભાવનાબેન ગઢવી, બજરંગ દળ ના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસયોજક ભૈરવભાઈ ચાંદ્રા ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રા અને ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ ને સફળ બનાવવા યાત્રા સંયોજક ઝીલ ભારાઇ અને સહસંયોજક હિમાંશુભારથી ગોસાઈ સહિત બજરંગ દળ ના અગ્રણી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
જામનગરમાં હનુમાનજીના જનમોત્સવની દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમીઓ જોડાયા હતા અને શોભાયાત્રા ના રૂટ પર ક્રિકેટ બંગલા પાસે રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલ બંગલા સર્કલ પાસે પણ વેપારીઓ દ્વારા મુખ્ય રથમાં પુષ્પહાર અર્પણ કરી શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ટાઉનહોલ વિસ્તારમાં જ્યોત ટાવર વેપારી મિત્ર મંડળ ના મયુરભાઈ કટારીયા અને તેની ટીમ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી શરબતની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ બત્તી પાસે લીમડાલાઈન વેપારી એસોસિયેશન અને સિંધી વેપારી એસોસિયેશન દ્વારા સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
બીડી ગેટ વિસ્તારમાં કડિયા જ્ઞાતિના પ્રમુખ નવીનભાઈ લાખાણી અને કુંજ સત્સંગ મંડળ તેમજ સરસ્વતી મહિલા મંડળ સ્વાગત કરવામાં આવ્યું હતું. રણજિત રોડ પર વેપારી એસોસિએશન અને પંજાબ નેશનલ બેંક નજીક કષ્ટભંજન મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સજુબા સ્કૂલ નજીક દિપક ટોકીઝ રીક્ષા એસોસિએશન દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. રતનબાઇ ની મસ્જિદ પાસે ગિરિરાજ યાત્રા સંઘ યાત્રા સંઘના સંચાલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારી અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં સ્વ હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી શરબતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવાઈ ચોક વિસ્તારમાં શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા આતશબાજી સાથે શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખંભાળિયા નાકાથી ભુજીયાકોઠા સુધીના વેપારી એસોસિયેશન દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે બાલા હનુમાન મંદિર ખાતે પૂજારી મહિપાલ મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિથી શોભાયાત્રા નું સમાપન કરાવ્યું હતું ત્યારે બાલા હનુમાન સંકીર્તન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના સહિતના મહાનુભાવો એ હનુમાનજી જન્મોત્સવની શોભાયાત્રા સાથે જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણીઓ અને કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગરમાં નીકળેલી હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન જામનગર પોલીસ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા અને રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.