પાલીતાણાના આગમ મંદિરમાં છ દિવસના જૈન ભક્તિ મહોત્સવ દરમિયાન સમાજસેવક પોલીસ કર્મીઓનો સન્માન કરાયું હતું પાલીતાણામાં બિરાજમાન અનેક જૈન આચાર્ય દેવોની શુભ નિશ્રામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી નંદીવર્ધન સાગર સૂરીશ્વરજી મ.સા તથા પરમ પૂજ્ય આચાર્યશ્રી હર્ષ સાગર સૂરીશ્વરજી મ.સા ના સ્વર્ગવાસ નિમિત્તે તેમની સ્મૃતિમાં આયોજિત છ દિવસના જૈન ભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે
જેમાં સમસ્ત પાલીતાણા શહેરને સુરક્ષા આપી છે અને કોરોના જેવા કપરા કાળમાં કટિબંધ બની ફરજ બજાવી છે તે માટે પોલીસ કર્મીઓનું બહુમન કરાયું હતું આ પ્રસંગે 91 વર્ષે શ્રી યશોભદ્રસૂરી મહારાજ સાહેબ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે કોરોના કાળમાં જે કુશળતા થી પાલીતાણા ની પ્રજાની સુરક્ષા કરી છે
તે જ રીતે નીતિ અને હિંમત પૂર્વક પ્રજાની રક્ષા કરતા રહેજો પૂજ્ય આચાર્યશ્રી નવરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી વ્રજરત્નસાગર સૂરીશ્વર મહારાજ સાહેબ પણ પ્રજાની સુરક્ષા કરવાની પોલીસની પ્રવૃત્તિને સરાના કરી હતી આ પ્રસંગે અયોધ્યાપુરમ તીર્થના પ્રેરક બંધુ બેલડી શ્રી જિનચંદ્રસાગર તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સાગર મ. સા.અંતરના આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે
તમે સૌ તમારી રાષ્ટ્રભક્તિને નિભાવતા રહીને પ્રજાનું રક્ષા કરવા માટે હંમેશા પ્રતિબંધ બનજો આ પ્રસંગે વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમના પ્રેરક જૈન આચાર્ય શ્રી લબ્ધીચંદ્રસાગર સૂરી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ગામડાઓની ગલીઓ સુધી જો કોઈ સુરક્ષા ક્વચુ પૂરી પાડે છે તો તે પોલીસ છે. આ કાર્યક્રમમાં પાલીતાણાના ડીવાયએસપી શ્રી મિહિર બારૈયા તેમજ પાલીતાણાના પીઆઇ પી .બી .જાદવ પાલીતાણા રૂલર પીએસઆઇ આર જે રહેવર સહિતનો પોલીસ કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મહેશ ગોધાણી