Latest

જામનગરમાં વિજયા દશમીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

જામનગર :સંજીવ રાજપૂત: જામનગરમાં નવરાત્રી અને વિજયા દશમીના પર્વ દરમ્યાન શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. જામનગરમાં ભોયવાળા વિસ્તારમાં આવેલ અંબિકા ગરબી મંડળમાં નવરાત્રી દરમ્યાન અને વિજયા દશમીના અવસરે પવનચક્કી વિસ્તારમાં આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃ શક્તિ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં સ્વામિ નારાયણ મંદિર બેડી ગેઇટના કોઠારી પૂ.ચતુર્ભુજ સ્વામીજી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, બજરંગ દળના પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, મંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી સુરેશભાઇ ગોંડલિયા,

જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, માતૃ શક્તિ વિભાગના પ્રાંત સહ સંયોજીકા હિનાબેન અગ્રાવત, પ્રફુલ્લાબેન અગ્રાવત, સ્વરૂપબા જાડેજા, ભાવનાબેન ગઢવી, વર્ષાબેન નંદા, રેખાબેન નાનાણી, બજરંગદળ સહ સંયોજક ભૈરવભાઇ ચાંદ્રા, ધ્રુમિલ લંબાટે, જીલ બારાઈ સહિતના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી અસત્ય પર સત્યના વિજયના વધામણા કરી શસ્ત્ર પૂજન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *