કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય પી.સી.બરંડાનું પોતાના ગામ વાંકાટીંબા ખાતે ધી વાંકાટીંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં બી.એમ.સી યુનિટ નું ઉદ્ઘાટન ધારાસભ્ય પી.સી.બરંડા ના વરદ્ હસ્તે થયું હતું.હિંમતનગર સાબર ડેરીના ડિરેક્ટર જેશિંગભાઈ આર. પટેલ, પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન ડિરેકટર જયંતીભાઈ પટેલ, સાબરડેરી ના બી એમ સીયું ના ઇન્ચાર્જ કિરણભાઈ પટેલ શામળાજી શીટકેન્દ્ર ના એમ પી ઓ વિભાગના ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ, સુપરવાઈઝર અમરતભાઈ પાંડોર , ચિંતનભાઈ પટેલ વાંકાટીંબા દૂધ ડેરી ના ચેરમેન, જીવનભાઈ બરંડા કારોબારી સભ્યો, સેક્રેટરી દુર્ગાનારાયણ સિંહ બીહોલા તેમજ કર્મચારીગણ તથા સમગ્ર ગામના પશુ પાલકો ઉપસ્થિત રહ્યા હતા.
બી.એમ.સી યુનિટ ના લીધે દૂધ સંગ્રહ શક્તિ માં ધરખમ વધારો થશે પશુ પાલકો વધુ માત્રા માં દૂધ ઉત્પાદન કરી સારી એવી મબલખ કમાણી કરી શકે અને સમૃદ્ધ જીવન જીવી શકે
એવી સૌને અપીલ કરી હતી. તેમજ ધારાસભ્ય પી સી બરંડા અને સાબરડેરી ના જ્યંતીભાઈ પટેલ તેમજ જેશીંગભાઈ પટેલે ટ્રાયબલ વિભાગ દ્વારા બોર્ડર વિલેજ વિસ્તારોમાં 90 ટકા સબસીડી ની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો
તેમજ વનબંધુ યોજના અંતર્ગત આદિવાસીઓ માટે ની દૂધ અને પશુપાલન માટે ની યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે તેમજ ડેરી ના સેક્રેટરી દુર્ગાનારાયણસિંહ ને નોટિસ બોર્ડ પર જાણકારી જણાવી ને સભાસદોને સુધી લાભદાયક માહિતી આપવા પર ખાસ ભાર મૂક્યો હતો