જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ ઈશ્વરલાલ જાજડા, અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી શ્રી ડી.આર. વાડાએ તેમના બજરંગ દળના GRS વિભાગનો વિસ્તાર વધાર્યો છે , ગુજરાત ગૌ રક્ષા વિભાગમાં તેમની ટીમ તૈયાર કરી છે. જિલ્લા સંયોજક પત્રકાર અમીબહેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને મહિલા વિભાગના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.
ગુજરાતના જામનગર જિલ્લામાં સંગઠનનો વિસ્તાર કરતા સંગઠન મંત્રી ડી.આર.વાડાની ઉપસ્થિતિમાં શ્રી રામજી મંદિરમાં વિરાટ બજરંગ દળના નવનિયુક્ત કાર્યકરોની જિલ્લા બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યકરોને નિમણૂક પત્ર સાથે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ખાસ બેઠકમાં જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સંયોજક તરીકે જવાબદારી નિભાવતા પત્રકાર અમીબહેન ગજ્જર (અમૃતા ગોરેચા)ને સમગ્ર જામનગર શહેર અને જિલ્લાના મહિલા વિભાગના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.