આજે ખેરાલુ તાલુકાના તાલુકા આરોગ્યઅધિકારી ડો.અલકેશ શાહ સાહેબની સૂચના અનુસાર આજે દર વર્ષે ની જેમ આ વર્ષે 28 સપ્ટેમ્બરના વિશ્વ હડકવા (રેબીસ) દિવસ તરીકે ઉજવવાનું રાજય સરકારે નકકી કર્યું છે એ અંતર્ગત મહેસાણા જિલ્લાના SBCC પોગ્રામ ઓફિસરશ્રી નિલેશભાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ખેરાલુ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા દ્વારા વિશ્વ હડકવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
એ અંતર્ગત લોકોમાં જન જાગૃતિ માટે કામગીરી કરવામાં આવી હતી સાથે લોકોને શુ તકેદારી રાખવી એ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી ,ચોટીયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા જૂથચર્ચાઓ કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસર શ્રી જણાવ્યું છે કે, સામાન્ય રીતે પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં હડકવા થવાની સંભાવના છે. હડકવા એક પ્રકારના વાયરસથી ફેલાય છે.
પ્રાણીઓની લાળમાં એના વાયરસ રહેલા હોય છે. જયારે પ્રાણી કોઇ મનુષ્યને કરડે તેનામાં હડકવાના કોઇ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ જો એની લાળમાં હડકવાના વાયરસ હોય તો જે કોઇ વ્યકિતને કરડે ત્યારે તેના શરીર પર ઘાવ બને અને તે ઘાવમાં લાળમાંથી હડકવાના વાયરસ વ્યકિતના શરીરમાં દાખલ થઇ જાય છે.
માટે લોકોનજીક ના આરોગ્યકેન્દ્ર પર વિનામૂલ્ય વેકસીન આપવાની સુવિધા નો ઉપયોગ કરે એ માટે સમજ આપી હતી આ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી કેશરીસિંહ જાલા સુપરવાઈઝર, નિધિબેન,ગૌતમભાઈ,યોગેશભાઈ,કપિલાબેન,જાગૃતિબેન તેમજ કૌશિકભાઈ અને કંચનબેન,નીલમબેન તેમજ આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ હાજર રહ્યા હતા.