ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહજીના પૌત્ર શ્રી ઇન્દ્રજિતસિંહજીની અધ્યક્ષતામાં તા ૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે બિહારના પટનામાં આવેલ ગાંધી મેદાનમાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલી નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભારતભરના નામાંકિત મહાનુભાવોએ વિશાળ જનમેદની વચ્ચે પોતાના મંતવ્ય રજુ કર્યા હતા.
ઉત્તરપ્રદેશ સરકારના પૂર્વ શિક્ષા મંત્રી રામ આસરે વિશ્વકર્મા, ગુજરાતના અમદાવાદથી શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી કાલુરામ લોહાર અને વડોદરા શહેરથી શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ ક્નાડિયાએ ભાગ લઇ હાજરી આપી હતી.
નિલેશ કનાડિયાએ પોતાના વક્તવ્યમાં વિશ્વકર્મા ભાઈઓ બહેનોના હકની વાત કરી આ સામાજિક લડાઈમાં ટેકો આપવાની બાંહેધરી આપી, તેમજ વર્તમાન સમયમા વિશ્વકર્મા સમાજને રાજકારણ અને સરકારી ક્ષેત્રે એક ટકા પણ હિસ્સો મળ્યો નથી
જે અત્યંત ધૃણાસ્પદ બાબત છે.શ્રી વિશ્વકર્મા પ્રભુ દ્વારા થયેલા નિર્માણ કાર્ય અંગેના સાહિત્યને પ્રકાશિત કરવામાં દરેક સરકાર નિષ્ક્રિય રહી છે અને વિશ્વકર્મા સમાજની વર્ષોજૂની માંગોને અસ્વીકાર કરી વારંવાર અવગણના કરવામાં આવી રહી છે.સરકાર વિશ્વકર્મા સમાજના અધિકારો અંગે જાગૃત નહિ થાય તો દરેક રાજકીય પક્ષનો બહિષ્કાર કરવાની વાત કરી.
રેલીની પૂર્ણાહુતિ બાદ કાલુરામ લોહાર અને નિલેશભાઈએ પટનાના અતિથિભવન પર ઉત્તરપ્રદેશ સરકારમાં શિક્ષામંત્રી રહી ચૂકેલા શ્રી રામઆસરે વિશ્વકર્મા તેમજ પટનાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ( SP of Patna ) શ્રી રાજીવરંજનની શુભેચ્છા મુલાકાત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.આ રેલીના અધ્યક્ષ અને ભારતના પુર્વ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝેલસિંહના પૌત્ર શ્રી ઇન્દ્રજિત સિંહને રામસેતુ પુસ્તક ભેટ કર્યું.