શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આજથી ભાદરવી મહાકુંભ ની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા અંબાજી ખાતે આજે સવારે ધજા મંદિર પર ચઢાવવામાં આવી હતી.
વ્યાસવાડી પગપાળા સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે છેલ્લા 29 વર્ષથી અંબાજી મેળામાં ધજા લઈને પગપાળા ચાલતા આવીએ છીએ અને અંબાજી ખાતે આવીને માતાજીના મંદિર પર ધજા અર્પણ કરીએ છીએ.
ભાદરવા સુદ એકમના રોજ વ્યાસવાડી પગપાળા સંઘ અમદાવાદથી 150 સભ્યો સાથે ચાલતા અંબાજી નીકળે છે અને નવમના દિવસે અંબાજી મંદિર પર ધજા ચઢાવે છે. વ્યાસવાડી પગપાળા સંઘ અમદાવાદથી નીકળતો જૂનો સંધ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી