સિહોરના લોકો માં પાણી ની સમસ્યા રોજિંદી અને પરેશનિરૂપ બની રહી છે. લોકો ને ૨૦ દિવસે પાણી મળે છે એ પણ અપૂરતા પ્રેશર થી. હાલ માં જ્યારે સિહોર માં નગરપાલિકા ની ચૂંટણી છે ત્યારે વોર્ડ નં. ૪ માં ભાજપે વિજયભાઈ મકવાણા ને ઉમેદવાર બનાવ્યા છે.
જે તે સમયે નગરપાલિકા માં પાણી પુરવઠા નું આશરે ૧૩ કરોડ નું કૌભાંડ થયું અને જેના લીધે લોકો ને પૂરતું પાણી હોવા છતાં પાણી વિના હાલાકી ભોગવવી પડે છે. આ કૌભાંડ દરમિયાન વિજયભાઈ મકવાણા કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તેમની દેખરેખ હેઠળ સમગ્ર કૌભાંડ થયું હતું.
ડેપ્યુટી કલેક્ટર શ્રી ની તપાસમાં પણ કૌભાંડ માં શામેલ વ્યક્તિ તરીકે વિજયભાઈ મકવાણા નું નામ જણાવેલ છે અને તેમના પર ગુજરાત મ્યુન્સિપાલિટી એકટની કલમ ૭૦ તથા ૨૫૮ મુજબ કાર્યવાહી કરવા ભલામણ કરેલ છે.
આવા વ્યક્તિને ભાજપે ફરી નગરપાલિકાની ટિકિટ આપીને લોકો ના પાણી ના પ્રશ્ન બાબતે ભાજપ પક્ષ કેટલો ગંભીર છે એ દર્શાવે છે. આ સમગ્ર કૌભાંડ ના કાગળો ટુક સમય માં જ લોકો વચ્ચે સાર્વજનિક કરવામાં આવશે તથા લોકો એમની સમસ્યાઓને હળવાશ થી લેનાર પ્રત્યે પૂરેપૂરી સજાગતા દાખવી યોગ્ય કરશે એવું જયરાજસિંહ મોરી એ જણાવ્યું હતું.