Latest

કામરેજ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને સુવિધાપથ યોજના હેઠળ જનસુવિધામાં વધારો કરતા માર્ગોની મંજૂરી

અંદાજે 9 કરોડના ખર્ચે ઊંભેળ-પરબ રોડનું મજબૂતીકરણ અને રોડનું વિસ્તરણ (વાઇડનીંગ) થશે

કામરેજના સતત વિકાસ અને જનકલ્યાણ માટે નિરંતર કાર્યશીલ રહેતા રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

આ કામની મંજૂરી બદલ કામરેજની જનતા વતી માન. મુખ્યમંત્રીશ્રી તેમજ માર્ગ અને મકાન વિભાગનો આભાર વ્યક્ત કરતા રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા….

માન. પ્રફુલભાઈ પાનશેરીયાએ અખબાર યાદીમાં જણાવ્યું કે, “માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને માર્ગ વિભાગની સંવેદનશીલતાથી કામરેજના લોકોને લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે.

વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (CMGSY) અંતર્ગત 3.15 કિલોમીટર લંબાઈના ઊંભેળ-પરબ રોડનું મજબૂતીકરણ તેમજ રોડના વિસ્તરણ (વાઇડનીંગ)ની કામગીરી, જેનો અંદાજિત ખર્ચ રૂ. 9 કરોડની મંજૂરી આપવા બદલ સરકારની પ્રશંસા કરી.

આ પ્રોજેક્ટ્સથી કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સડક માર્ગની સુવિધા અને સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ સુધારો સાથે ગ્રામીણ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને યાતાયાત સુવિધાઓને ગતિ મળશે.

આ નિર્ણયમાં ધારાસભ્ય શ્રી પાનશેરીયાના સતત પ્રયત્નો અને સરકાર સાથેના સંવાદની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કામરેજ તાલુકાના નાગરિકોએ આ નિર્ણયને સહર્ષ વધાવ્યો.

આ મહત્ત્વપૂર્ણ વિકાસકાર્ય માટે રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ગુજરાત સરકારના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા માર્ગ અને મકાન વિભાગનો કામરેજની જનતા વતી હૃદયપૂર્વક આભાર કર્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યા કે, આ માર્ગો વિસ્તારના લોકો માટે સરળ અને સુગમ પ્રવાસ સુનિશ્ચિત કરશે, તેમજ વિસ્તારના વિકાસને નવી ગતિ આપશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *