Latest

છેવાડાના ગામડાની સરકારી હાઇસ્કૂલમાં “યોગ 2023” ની પ્રતિકૃતિ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

મહુવાના સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં અનોખા અભિગમ સાથે 320 વિદ્યાર્થીઓએ યોગ કર્યા

સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહુવા તાલુકાની સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં અનોખા અભિગમ સાથે “યોગ 2023” ની પ્રતિકૃતિ બનાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સરકારી હાઇસ્કૂલ-ગળથર દ્વારા અનોખા અભિગમ અને કંઇક અલગ વિચાર સાથે યોગા કરીને સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

આ તકે શાળાના આચાર્યશ્રી શનીભાઈ ટાટમિયા એ જણાવ્યું હતું કે આ વર્ષની યોગની થીમ “વસુધેવ કુટુંબકમની” છે ત્યારે શાળામાં આવતા બાળકો અને શિક્ષકો એક પરિવારની જેમ રહે છે અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ગામના લોકો પણ પરિવારની જેમ સહયોગ આપે છે ત્યારે યોગ કરવા માટે બધાનો સહયોગ પ્રાપ્ત થયો છે.ઉપરાંત તેઓએ યોગ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવેલ હતું

આજરોજ સરકારી હાઈસ્કૂલ-ગળથરમાં વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં 320 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો  દ્વારા યોગ કરવામાં આવ્યા હતા.

ગળથર હાઇસ્કૂલના શિક્ષક શ્રી રાજેશભાઇ ચૌહાણ અને માધુરીબેને વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ કરાવેલ હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *