કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધૂળેટી ના દિવસે વ્યાયામ શાળામાં પ્રાંતિજ ના આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો નું મિલન સમારંભ નું આયોજન દર વરસે કરવામાં આવે છે.સને 1928મા સ્થાપિત આ વ્યાયામ શાળામાં નગરના યુવાનો યોગ અને કસરત સહિતના કરતબો કરતા હતા અને દર વર્ષની ધુળેટી ના દિવસે યુવાનો નગરમાં કસરત સહિતના કરતબો લોકોને બતાવી અચંબામાં મૂકી દેતા હતા અને અહીંના યુવાનો આ વ્યાયામ શાળામાં કસરતો ની જાતેજ તાલીમ લઈ દેશ ની રક્ષા માટે તૈયાર થતા હતા .સમય જતાં વિધાર્થીઓ એ વ્યાયામ શાળાના પ્રયોજન રતીલાલ ગો પરીખના નામે વ્યાયાભ શાળાનું નામાની કરણ કરી વિવિધ કાર્યક્રમો વધુ આયોજન કરતા હતા .આ વરસની ધૂળેટી એ વ્યાયામ શાળા પુનઃ ધબકતી થાય એ માટે આયોજન ની ચર્ચા કરી હતી આ સમારોહમાં માં ભાજપ ના જયસિંહ ચૌહાણ.. ભરતભાઈ સોલંકી રઈશભાઈ કસ્બાતી.. નિત્યાનંદ બ્રહ્મભટ્ટ અરવિંદભાઈ પરમાર સહિતના અસંખ્ય આગેવાનો એ હાજર રહી ઉદબોધન કર્યા હતા..