ન્યુઝબાય : દિનેશ ગાંભવા, સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા : કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા સાવચેતીના પગલા અને સુચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે અનલોક01 નું અમલીકરણ થઈ રહ્યું છે સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક કરવું આવશ્યક છે social distortion રાખવું જરૂરી છે સામાજિક સંસ્થાઓ કાર્યકર્તાઓ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા સમજીને સેવા કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા શહેરના ઠાકોર એજ્યુકેશન સેન્ટર દ્વારા આજરોજ 300 થી વધુ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યકર અને એજ્યુકેશન સેન્ટર ના સંચાલક શ્રી અતુલભાઇ જેજરીયા અને સહ સંચાલક ધવલભાઇ સુરેલા દ્વારા લોકોને માસ્ક અવશ્ય પહેરવું આ સંદેશ આપતા તેઓએ 300 થી વધુ માસ્ક નું વિતરણ વિના મૂલ્ય કર્યું હતું.
નરેશભાઇ મેર દ્વારા ઠાકોર એજ્યુકેશન સેન્ટર ના સંચાલક અને શહસંચાલક ને અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી