કોરોના વાયરસની મહામારીને લીધે યાત્રાધામો સહીત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કરેલ હતુ અને તેમાં યાત્રાધામના મંદિરો પણ બંધ કરવામાં આવ્યા હતા.
લોકડાઉન – 5 અને અનલોક -1 માં સરકારની ગાઇડલાઇન મુજબ આઠમી જૂનથી મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી તે મુજબ સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા નુ અંબાજી મંદિર પણ આજે ખુલ્યુ હતુ.
સવારે દશઁનાથીઁઓ વગર આરતીમાં મંદિર સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ અપાયો ન હતો પણ આરતી પછી 10 – 10 ના ગૃપમાં સોસીયલ ડીસ્ટન્સ ના પાલન સાથે પ્રવેશ અપાયો હતો અને દશઁનાથીઁઓએ ઘણા દિવસો પછી માતાજીના દશઁન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિર ખોલવાની શરુઆત માટે ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર, પ્રવિણસિંહ સોલંકી, પૂજારી દશરથભાઈએ જહેમત ઉઠાવી હતી.