OtherBreaking NewsCrimeLatest

વાપી પોલીસે દમણ થી સુરત લઇ જતા દારૂ ભરેલ આઇસર ઝડપી પાડ્યુ

ન્યુઝબાય : મુરાદ વિરાણી, વાપી
વાપી : કોરોના મહામારીના લોકડાઉન દરમ્યાન ગુજરાતના લોકોને ભલે દમણમાં પ્રવેશ નહોતો અપાયો પણ દમણમાથી ગુજરાતમાં દારૂ તો આવતો જ હતો. અને આજે પણ દમણિયા દારૂનો વેપલો એટલો જ પુરજોશમાં ચાલે છે. જે અંતર્ગત જ વાપીમાં પોલીસે દમણથી સુરત તરફ લઇ જવાતા 4.93 લાખના દારૂ સાથે ટેમ્પો, ટેમ્પાના ચાલક પંજાબસિંહને ઝડપી પાડ્યો છે.

ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો ફાયદો ગુજરાતના બુટલેગરો મોટાપાયે ઉઠાવતા આવ્યા છે. તે સૌ કોઈ જાણે છે. એ માટે દક્ષિણ ગુજરાતમાં દમણ બુટલેગરો માટે હોટ ફેવરિટ છે. દમણમાંથી રોજના કરોડો રૂપિયાના ગેરકાયદેર દારૂની હેરફેર થાય છે. આ હેરફેર લોકડાઉનમાં પણ અવિરત રહી હતી. અને હાલમાં પણ ચાલુ જ હોય તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વાપીમાં વાપી પોલીસે બાતમીના આધારે એક આઈશર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરતા ટેમ્પામાં વેસ્ટ કપડાંની આડમાં સુરત તરફ લઈ જવાતો 4,93,200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પામાં રહેલા 4,93,200 રૂપિયાની કિંમતનો બિયર તેમજ વિસ્કીનો જથ્થો એ ઉપરાંત 5 લાખ ટેમ્પાની કિંમત ગણી કુલ 9,93,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો હતો. જ્યારે આ દારૂના જથ્થાને સુરત તરફ લઈ જનાર ટેમ્પો ચાલક પંજાબસિંહની અટક કરી હતી. નવાઈની વાત એ પણ સામે આવી હતી કે આ ટેમ્પાની નંબર પ્લેટ પણ ગુજરાત અને મહારાષ્ટ્ર પાર્સિંગની હતી અને તે ડુપ્લીકેટ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 800

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *