Other

ગઢડા ખાતે ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બી.કે.ચાવડાનો વિદાય સમારંભ યોજાઈ ગયો.

ભરતભાઇ કે. ચાવડા જેમણે 34 વર્ષ સુધી આ વિભાગમાં નોકરી કરી અનેક લોકોના હૃદયમાં વસી ગયા હતા. જેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા હતા તેમનો વિદાય કાર્યક્રમ તા.30/07/22ના રોજ ગઢડા સબ ડિવિઝનલ ખાતે બોટાદના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.એમ.સિંધલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

બી.કે. ચાવડાએ આ વિભાગમાં તા.01/08/ 88 થી તા.31/07/22 સુધી કુલ ૩૪ વર્ષ નોકરી કરેલ હતી અને જેવો 2012 થી ગઢડા માં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. આ કાર્યક્રમમાં કાર્યપાલક ડી.એમ. સિંધલ , નાયબ કાર્યપાલક ઈજનેર ડી.એન.વાઘેલા, તેમજ ગઢડા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ,ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવક નરેશભાઈ ચાવડા, તેમજ બરવાળા, રાણપુર, બોટાદ ડિવિઝનલ સ્ટાફ તેમજ ગઢડા નગરજનો ઉપસ્થિત રહી બી.કે.ચાવડાને નિવૃત્તિ સમયે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડી.એન.વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *