ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલ થી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ તૈયાર થઈ રહેલા રસ્તાની તેમજ નિર્માણધીન ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમ્યાન મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે.મીના, આગેવાન શ્રી કુમારભાઈ શાહ સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.