આજ રોજ ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકા ના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે આજે અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબો ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે ભેગા થયાં હતાં
તેમજ તમામ લોકોએ આ ટી. પી. સ્કીનો ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે આ સરકાર અત્યારે અહીંના ખેડૂતને છેતરપિંડી દ્વારા અહીંના જમીન લઇ લેવાની હોવાથી લોકો વિરોધ કર્યો હતો સાથે અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સીઝનનો પાક લેવામાં આવે છે ટી. પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ
પરંતુ અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ અને શેત્રુજી કેનાલ નું પાણી મળતું હોવાથી જમીન સારી છે એવી ખેડૂતનું કહેવું છે તેમજ આ બેઠકમાં આજુબાજુના પાંચ ગામના લોકો અને આગેવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે આ સ્કીમના વિરોધમાં આ પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ અરજી આપી અને એવું આવેદન આપ્યું કે અમે છેક હાઇકોર્ટ સુધી લાડવા તૈયાર છીએ પણ ટી. પી તો આવવીજ ના જોઈએ