Politics

ભાવનગરમાં 2 વર્ષથી RPFમાં ફરજ બજાવતો પોલીસ જવાન થયો ગુમ

ભાવનગરમાં 2 વર્ષથી RPFમાં ફરજ બજાવતો પોલીસ જવાન થયો ગુમ 3 દિવસ થી RPF જવાન ગુમ થતા મિત્રો એ શહેર ના બોરતળાવ પોલીસ મથક માં નોંધાવી ગુમ થયા ની જાણવા જોગ RPFમાં ફરજ બજાવતો મયુરદાન ગઢવી સ્યુસાઇડ નોટ લખી ને થયો છે 3 દિવસ થી ગુમ હાલ ASP સફીન હસન અને તેમનો સ્ટાફ તેમજ બોરતળાવ પોલીસ RPF ના ગુમ થયેલા જવાન ની કરી છે તપાસ

ભાવનગર રેલવે સ્ટેશન પર આરપીએફ જવાન ફરજ બજાવતો મયુરદાન ગઠવીએ પોતાની નોટ લખી ને ગુમ થયા અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

રેલવે સ્ટેશન પર આરપીએફ છેલ્લા ઘણાં સમયથી જવાન તરીકે ફરજ બજાવતો મયુરદાન ગઢવીએ પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે મારા ઉપરી અધિકારીઓ મને વારંવાર કરતા મને ટોર્ચરીંગ કરતા હોય સાથે જ મારા માતા-પિતાની તબિયત સારી ન હોવાથી મારી બદલી મારા મૂળ વતન ન કરતા રતલામ ખાતે કરતા તેઓ નોટમાં ઉલ્લેખ કર્યો હતો સાથે જ નોટ લખીને આ યુવાન ગુમ થયો છે,

પરિવાર રોજકોટ રહે છે અને ભાવનગરમાં રેલવે આરપીએફમાં ફરજ બજાવી રહેલ છેલ્લા 3 દિવસથી ગૂમ થયા અંગે બોરતળાવ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જવાને પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે રેલવેના ઉચ્ચ અધિકારીઓના ત્રાસમાં કારણે ગૂમ થયા હોવાનો પોતાની સુસાઈટ નોટમાં પણ ગંભીર આક્ષેપ કર્યો છે. જે જવાન ગૂમ થયા છે તેમનું નામ મયુરદાન ગઠવી છે. તેઓ 7 જુલાઈથી ગૂમ થયા છે.

આ નોટમાં ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે મારા વાલા બાળકો રીનુ અને સમર જે મને મારી જાનથી પણ વધારે વહાલા છે મારા પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારા માતા પિતા મને માફ કરજો હું આપ બંને બીમાર હોવા છતાં આપની સેવા ન કરી શકયો તે માટે હું આખા પરિવારની માફી માગું છું,

અધિકારીઓથી કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું મારા મુંબઈના અધિકારીને એવું લાગે છે કે હું આતંકવાદી કરતા પણ ખરાબ છું તેમણે કહ્યું કે તને જીવનમાં કાંઈ દિવસ રાજકોટ નહીં જવા દઈએ 2017 થી મને મારા વિભાગ અને તેના અધિકારી ઓ હેરાન કરે છે,

આ નોટમાં જે અધિકારીઓ હેરાન કરે છે તેમાં સીએચસી શુક્લા, સીએચસી સિંગ સાહેબ તથા સીએચસી સિંહા જે મારી વાતો સાંભળ્યા વગર જ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને પાંચ વર્ષથી પરિવારથી દૂર રાખ્યો છે કેટલાક ઇન્સ્પેક્ટર છે જેમાં એકએસસી મકરટિયાયા, સોલંકી, માલ સરીયા, બાબુલાલ સોલંકી અને ભાવનગરના પ્રેમચંદ્ર વર્મા મને ખૂબ હેરાન કરે છે, હું મારા ડીજી સાહેબને વિનંતી કરું છું કે મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો અને મારા પરિવારને ન્યાય આપજો. સાથે મારી સાથે મારા આરપીએફ જવાનો મને માફકરજો આ તમારી સાથે ન બને એટલે આ પગલું ભરુ છું,

આ અંગે ભાવનગરના એએસપી સફિન હસન સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે અને મોબાઈલના લોકેશન ટ્રેક મેળવી શોધખોળ હાથ ધરી છે.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *