કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા માં આજે ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના ઉમેદવાર નિવૃત આઇ પી એસ અધિકારી પી સી બરંડા અને ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિભાઈ પટેલ ,કૈવલ જોશીયારા, નાંદોજ જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય અને મહિલા ભાજપના અગ્રગણ્ય આદિવાસી મહિલા નેતા નિલાબેન મોડિયા, આદિવાસી મહિલા ભાજપ ના નેતા તારાલિકા બેન, ધનજીભાઈ, સાબરડેરી ના ડિરેકટર જેશીંગભાઈ, સાબરકાંઠા બેન્ક ના ડિરેકટર રાજેન્દ્રસિંહ ભાટી, ભિલોડા માર્કેટ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ સીસોદીયા, પ્રભુદાસ પટેલ,મનોજ પટેલ, પૂર્વ સરપંચ, નોદોજ સીટ ના ઇન્ચાર્જ રગુભાઈ પટેલ, ભિલોડા સરપંચ મુકેશભાઈ,અરવલ્લી ભાજપ ના ઉપ પ્રમુખ રાજુ નિનામાં, રામનગર ના યુવા કાર્યકર સંકેત પટેલ સુનોખ ના બીપીનભાઈ પટેલ સહિત ના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો એ ઢોલવાણી ચાર રસ્તા પર આવેલ બિરશા મૂંડા ભગવાન ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ગાડીઓ ,મોટર સાઈકલો અને ડીજે તેમજ ઢોલ નગારા સાથે ભાજપના પ્રચારાર્થે ભવ્ય રોડ શો કાઢવા માં આવ્યો હતો અને ભારે બહુમતી થી ભાજપના ઉમેદવાર પી સી બરંડા ની જીત થાય તેમાટે શહેરની સોસાયટીમાં નગર ની ગલીઓ અને ભિલોડા બજાર સહિત ગ્રામીણ વિસ્તારોમાં મોટો રોડ શૉ નું આયોજન કર્યું હતું
ઉલ્લેખનીય છેકે ભાજપના ઉમેદવાર પી સી બરંડા એક આઈ પી એસ પદ નો ત્યાગ કર્યો સાથે સાથે તેમના ધર્મપત્ની ચંદ્રિકા બરંડા એ પણ નાયબ કલેકટર જેવા ઉચ્ચ હોદ્દા નો ત્યાગ કરી આ જુગળજોડી ને પોતાના વારસદાર તરીકે કોઈ નહિ હોય જનતા ની સેવા એજ પ્રભુસેવા નો મંત્ર સાથે ભિલોડા વિધાનસભા માં આવતી તમામ જ્ઞાતી સમાજ એજ અમારો પરિવાર માની રાજકારણ માં સેવા કરવા પોતાના ઉચ્ચ હોદ્દા ની નોકરી નું બલિદાન આપી રાજકારણમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું
ભિલોડા મેઘરજ તાલુકાની સમગ્ર જનતાએ પણ તેમને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો અને જંગી લીડ સાથે જીતાડવા નાના મોટા તમામ કાર્યકરો તમામ સમાજો ના આગેવાનોએ પણ એડીચોટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કેટલું સમર્થન અને લીડ જનતા મતદાન કરી ને આપે છે તેતો પરિણામ આવે ત્યારેજ ખબર પડશે પણ હાલ લોક જુવાળ મળ્યો છે જોતા જીત નક્કી લાગતું હોવાનું એક મુલાકાત માં પી સી બરંડા એ જણાવ્યું હતું વધુ માં તેમનો આખેઆખો પરિવાર લોક સેવા એજ પ્રભુસેવા નિસ્વાર્થ ભાવે કરવા નું મન બનાવી લીધું છે