કપીલ પટેલ દ્વારા અરવલ્લી
31 ભિલોડા અને મેઘરજ આદિવાસી અનામત સીટ ના ભાજપના ઉમેદવાર પૂર્વ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ને જીતાડવા માટે સાબરડેરી ના ભિલોડા વિસ્તાર ના ડિરેકટર અને ભિલોડા ભાજપના સહકારી નેતા જેશીંગભાઈ રામભાઈ પટેલ તથા અશોકભાઈ હાથીભાઈ પટેલ અને અમરતભાઈ પરમાર એ મહુડી પાદર ગામે એક સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા
આ સભા માં ઉપસ્થિત ગ્રામજનો ને ફરજીયાત મતદાન કરવા અને મતદાન કરાવવામાં આવે અને કેટલાય વર્ષોથી કોંગ્રેસના પાસે આ સીટ પર ઉમેદવાર જીતે છે તેમની પાસેથી આ સીટ આંચકી લેવા અને ભાજપના ઉમેદવાર પી સી બરંડા ને જંગી બહુમતી થી જીતાડવા માટે ની અપીલ કરી હતી તેમજ આ પ્રસંગે તેમને પશુપાલન ધંધા સાથે સંકળાયેલા લોકો ને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલન ના ધંધો વિકસાવવામાં મફત ગાયો ભેંસો ની યોજના દ્વારા નાના શ્રીમંત પશુપાલકો ના જીવન ધોરણ સુધારવા ની યોજના લોકો ને યાદ કરાવી હતી તેમજ લાભાર્થીઓને પાકા મકાન સોચલાય યોજનાઓ દ્વારા સરકારે કરેલા વિકાસની વાતો કરી હતી
આમ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજના ના લાભો ભાજપ ની સરકારે આપી છે ત્યારે વધુ માં વધુ સરકારી યોજનાઓ લાભદાયી બની છે ત્યારે આ વિસ્તારમાં સરકાર ની વિરુદ્ધ ના ઉમેદવાર ચૂંટાયેલા હોઈ જેવો જોઈએ તેવો વિકાસ થતો નથી ત્યારે આ ચૂંટણીમાં ભાજપ સરકાર બનવા જઇ રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતી થી ચૂંટાઈ ને આવે તે માટે જનતાને ખાસ અનુરોધ કર્યો હતો
ત્યારે મહુડી પાદર ની સાતસો જેટલા મતદાન ભાજપ તરફી કરવા ની ગ્રામજનોએ હૈયાધારણ આપી હતી આમ સાબરડેરી ના ડિરેકટર આ વિસ્તારમાં આજે ખાસ ચૂંટણી પ્રવાસ કરી ગામેગામ મીટીંગો કરી હતી જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો નો પ્રતિસાદ મળ્યો હતો જે તસવીરો જોવા મળી હતી