હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે વેપારીઓને દંડ ફટકારવાના નિયમો લાવી રહી છે: રેશ્મા પટેલ
જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે: રેશ્મા પટેલ
અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે: રેશ્મા પટેલ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ખડિયા ગામમાં વેપારીઓએ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ખડીયા ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપ્યું છે.
હાલ જૂનાગઢના 27 ગામોને ઇકોસેંસેટીવ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાનું એક ખડિયા ગામ છે અને ઇકોસેંસેટીવ ઝોનના નામે આજે વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે ફૂડ પેકેટના પડીકા, દૂધની કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલો જેવી ચીજ વસ્તુઓ તેઓ વેચી શકતા નથી. અને તલાટી-મંત્રીના સહીવાળી પહોંચ આપવામાં આવી છે.
આજે આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે તંત્રના આવા નિયમો અમને મંજૂર નથી. જે વેપારીઓ લોન લઈને નાનો મોટો ધંધો કરે છે, તેમના પેટ પર લાત મારવા જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ઇકોસેંસેટીવ ઝોનમાં આવતા ગામડાઓમાં અને ખાસ કરીને ખડીયા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને મોટા પ્રમાણમાં ડસ્ટબીન મૂકવામાં આવે. હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે આવા નિયમો લાવી રહી છે.
અમારી માંગણી છે કે આવા નિયમોમાં ફેરફાર કરીને વેપારીઓને રાહત આપવામાં આવે. અમારી એ પણ માંગણી છે કે આ મુદ્દે સરકાર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે.