bhavnagarBreaking NewsCrimeGujarat

વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી રોહીતભાઇ માનાસીંગભાઇ પરમાર રહે.ભાવનગરવાળો કાળાનાળા કોમરેડ મેડીકલ પાસે ઉભા હોવાની મળેલ બાતમી વાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં પકડાયેલ આરોપી રોહીતભાઇ માનાસીંગભાઇ પરમાર ઉ.વ.૪૮ રહે.એ/૪,વિપુલ એપાર્ટમેન્ટ,અનંતવાડી,રામબાગવાળો ખાંચો,ભાવનગર

કરેલ ગુન્હો વલસાડ રૂરલ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં.૨૪૭૭/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના પ્રદિપસિંહ ગોહિલ,સોહિલભાઇ ચોકીયા,હારિતસિંહ ચૌહાણ,અલ્ફાઝભાઇ વોરા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 386

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *