Breaking NewsGujaratLatestPolitics

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં તળાજાના ટીમાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો.

ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એવી પહેલના ભાગરૂપે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે,જેના ભાગરૂપે તળાજાના ટીમાણા ગામે ખાતે આવી પહોંચેલી વિકસિત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ
સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લામા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી.આ પ્રસંગે તળાજાના ટીમાણા ગામની શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું પણ પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે યોજનાકીય લાભોના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં  પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.વિવિધ વિભાગોના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જિલોવા,પ્રાંત અધિકારી શ્રી વિકાસ રાતડા,તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણાભાઈ સોલંકી સહિતના જનપ્રતિનિધિઓ,આગેવાનો,સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

1 of 196

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *