ગુજરાત રાજ્યના નાના છેવાળા ના ગામડાઓ સુધી ના પ્રત્યેક વ્યક્તિ ને સરકારી યોજાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાના હેતુ થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષો થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે,આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસઃ મદદ રૂપ થઇ રહ્યા છે.
૦૨/૦૯/૨૦૨૦માં બ્રિજેશકુમાર પટેલ ની નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ)માં નેત્રંગ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. આ મંચ માં તાલુકા પ્રમુખ પદે સેવા આપનાર બ્રિજેશ કુમાર ભરતભાઇ પટેલ ને તેઓના સેવાથી પ્રભાવિત થઇ સંગઠન દ્વારા તેઓને જિલ્લા ના પ્રમુખ પદે ૦૬/૦૨/૨૦૨૨ માં રોજ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા તેઓને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પદે નિમણૂક કરવામાં આવતા તેઓના સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે,
નરેન્દ્ર મોદી વિચાર મંચ નું સુત્ર છે કે પેટ કો રોટી દેશ કો મોદી ના સૂત્રને સાથર્ક કરવા કાર્યકરો આ સંગઠન માં ઉત્સાહ પૂર્વક પોતાનું કામ કરી રહ્યા છે. નેત્રંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં સતત રાત દિવસ વિચાર મંચ થકી કામ કરતા બ્રિજેશ પટેલના અનેક સામાજીક કાર્યો ના વખાણ તેઓના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સમસ્યાઓ નાની હોય કે મોટી તમામ બાબતો ઉપર આ મંચ ના સભ્યો ઝીણવટ ભરી રીતે પોતાની પરિણામ રૂપી કામગીરી કરી નરેન્દ્ર મોદી વિચાર મંચ ને મજબુત કરવાનું કાર્ય કરી રહ્યા છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.