Crime

અંકલેશ્વરના.સુરવાડી ગામની સીમમાં આવેલી બાવળની ઝાડીઓમાંથી દારૂનો જથ્થો મળ્યો; બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરના સુરવાડી ગામના પટેલ દડા વગામાં આવેલા બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસને મળી હતી.

પોલીસે સ્થળ પરથી બિનવારસી હાલતમાં પડેલો રૂ. 54 હજારના દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકના PI આર.એચ. વાળા તથા સ્ટાફના માણસો પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમ્યાન બાતમી મળી હતી, કે સુરવાડી ગામની સીમમાં પટેલના દડા વગામાં આવેલી બાવળની ઝાડીમાં નવાદીવા ગામના કિશન મના વસાવા તથા જુના બોરભાઠા બેટમાં રહેતો સંજય રમેશ વસાવા નાઓએ બંને મળીને મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારીને બાવળની ઝાડીમાં સંતાડી રાખ્યો છે.

જેથી પોલીસે ખાનગી વાહનોમાં નીકળી સુરવાડી ગામની સીમમાં આવેલા પટેલના દડા વગામાં આવેલી બાવળની ઝાડીમાં તપાસ ઈંગ્લીશ દારૂની જુદી- જુદી બ્રાન્ડની બોટલો અને બિયર મળીને કુલ નંગ 441 જેની કિં.રૂ. 54,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે રેડ દરમિયાન સ્થળ ઉપર કોઈ ઈસમ મળી નહીં આવતા પોલીસે કિશન મના વસાવા તથા સંજય રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *