Crime

અંકલેશ્વરના નિશાળ ફળિયામાંથી કામરેજ પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના નિશાળ ફળિયામાંથી માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો. આ આરોપીને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન ખાતે સોંપવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના પોલીસ પકડથી નાસતા-ફરતા ગુનેગારોને શોધી જેલ ભેગા કરવા માટે એસપી ડો.લીના પાટિલે જિલ્લાના દરેક પોલીસ અધિકારીઓને સુચનાઓ આપી હતી.

જેના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અંકલેશ્વરની ટીમના PSI જે.એન.ભરવાડ અને તેમની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં ફરતા હતા.

તે સમયે ખાનગી બાતમી આધારે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી જેરામ છીતાભાઇ પટેલ,નવા તરીયા, નિશાળ ફળીયું તાલુકો- અંક્લેશ્વરનો પોલીસ પકડથી નાસતો ફરતો હોવાની માહિતી મળી હતી.

જેના આધારે પોલીસે આ વિસ્તારમાં સર્ચ કરીને આરોપીને અંક્લેશ્વર ભરૂચીનાકાથી પકડી પાડ્યો હતો.પોલીસે તેની સામે CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *