રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત ઉધનામાં આવેલ ઉધના ઉદ્યોગ નગર સંઘનો ઓળખાતો રોડ નં 8 નો એ.પી રોડ પેટ છેલ્લા બે થી ત્રણ વર્ષથી દોઢ થી બે ફૂટના ખાડાઓ પડેલ છે. તેના કારણે હજારો માણસ અવર જતો રોડ કેટલા લોકોના અકસ્માત થયા છે અને કેટલાક લોકોના કમરના મણકા પણ તૂટી ગયા છે. અને વાહન ચાલોકોના સસ્પેન્સર થીલઈ ને જંફરો પણ તૂટી ગયા છે અને હાલ વરસાદની મોસમ હોય ત્યાં ચોવીસ કલ્લાક ખાડાઓ માં પાણી ભરાયલ જોવા મળે છે તેમ છતાં પાણી નો નિકાલ કરવામાં આવતો નથી.તેના કારણે મોટી સંખ્યામાં રોગચાળો ફાટી નીકળેલ છે શુ આને કહેવાય વિકાસ! શું લાગતું નથી કે ભાજપનો વિકાસ ગાંડો થયો છે!હાલ વરસો થી ઉધના વિસ્તારમાં ભાજપ પર વિશ્વાસ મૂકી ખોબે-ખોબા લોકોએ મત આપેલ છે અને બદલામાં ભાજપે લોકોનો વિશ્વાસઘાત કરેલ છે.
તેથી મહાનગર પાલિકાના અધિકારી સાથે મળીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ હોય તેમ પ્રજાને પ્રતિત થાય છે. જો તેઓ સાચા હોય તો તાત્કાલિક રાજીનામું આપી દેઉ જોઈએ અન્યથા તાત્કાલિક યુદ્ધના ધોરણે રોડ નાં કામો પૂર્ણ કરવા જોઈએ.આ પ્રશ્ન માત્ર ઉધના નો નથી સમગ્ર સુરત શહેર નો છે. તેમજ સુરત માં આવેલ વિસ્તાર ઉધના લીંબાયત ,ચોર્યાસી તેમજ સુરત માં સમાવેશ કારેલ ગામોને ભાજપ શાશકોએ જંગલમાં ખપાઈ દીધેલ છે.કરોડો રૂપિયા નો જનતા જોડેથી વેરો ,ટેક્સ ઉઘરવામાં આવે છે.
જો આ સ્થિતિ નો ઉકેલ 48 કલ્લાક માં નહીં કરવામાં આવે તો સુરત શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા રચનાત્મક રીતે શહેર ના વિવિધ વિસ્તારમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપુર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની રહેશે તેની નોંધ લેવી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતીના ઉપ પ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી