Latest

પાલીતાણા સર માનસિંહજી હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાયો

પાલીતાણા ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલીતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો ડો.મનસુખભાઇ માંડવિયા દ્વારા પાલીતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલીતાણા ખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

હૃદયરોગ,કિડનીના રોગો, કૅન્સર,સાયકીયાટ્રીસ્ટ વિગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે આ પ્રસંગે ભા.જ.પ.પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા,જી.પં. ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ AIIMSના ડાયરેકટર પ્રો.ડો.કર્નલ CDS કટોચ ઓનલાઈન જોડાયા હતા. RDD ડો.મનીષકુમાર ફેન્સી, RCHO.ડો.સોલંકી,THO ડો.મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના સંકલન માટે AIIMS રાજકોટથી ડો.કૃપાલ જોશી તથા ડો.ઉત્સવ પારેખ તથા RPC યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો લાભ લેવા લોકોને અધિક્ષક ડો. કલ્પના ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *