Politics

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તેમજ 164 વિધાનસભા નાં ઓબ્ઝઓવર હરીશભાઈ સૂર્યવંશી જણાવે છે કે ભાજપ નો વિકાસ ગાંડો થયો છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરત ઉધનામાં આવેલ ઉધના ઉદ્યોગ નગર સંઘનો ઓળખાતો રોડ નં 8 નો એ.પી રોડ પેટ છેલ્લા બે થી ત્રણ વર્ષથી દોઢ થી બે ફૂટના ખાડાઓ પડેલ છે. તેના કારણે હજારો માણસ અવર જતો રોડ કેટલા લોકોના અકસ્માત થયા છે અને કેટલાક લોકોના કમરના મણકા પણ તૂટી ગયા છે. અને વાહન ચાલોકોના સસ્પેન્સર થીલઈ ને જંફરો પણ તૂટી ગયા છે અને હાલ વરસાદની મોસમ હોય ત્યાં ચોવીસ કલ્લાક ખાડાઓ માં પાણી ભરાયલ જોવા મળે છે તેમ છતાં પાણી નો નિકાલ કરવામાં આવતો નથી.તેના કારણે મોટી સંખ્યામાં રોગચાળો ફાટી નીકળેલ છે શુ આને કહેવાય વિકાસ! શું લાગતું નથી કે ભાજપનો વિકાસ ગાંડો થયો છે!હાલ વરસો થી ઉધના વિસ્તારમાં ભાજપ પર વિશ્વાસ મૂકી ખોબે-ખોબા લોકોએ મત આપેલ છે અને બદલામાં ભાજપે લોકોનો વિશ્વાસઘાત કરેલ છે.

તેથી મહાનગર પાલિકાના અધિકારી સાથે મળીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ હોય તેમ  પ્રજાને પ્રતિત થાય છે. જો તેઓ સાચા હોય તો તાત્કાલિક રાજીનામું આપી દેઉ જોઈએ અન્યથા તાત્કાલિક  યુદ્ધના ધોરણે રોડ નાં કામો પૂર્ણ કરવા જોઈએ.આ પ્રશ્ન માત્ર ઉધના નો નથી સમગ્ર સુરત શહેર નો છે. તેમજ સુરત માં આવેલ વિસ્તાર ઉધના લીંબાયત ,ચોર્યાસી તેમજ સુરત માં સમાવેશ કારેલ ગામોને ભાજપ શાશકોએ જંગલમાં ખપાઈ દીધેલ છે.કરોડો રૂપિયા નો જનતા જોડેથી વેરો ,ટેક્સ ઉઘરવામાં આવે છે.

જો આ સ્થિતિ નો ઉકેલ 48 કલ્લાક માં નહીં કરવામાં આવે તો સુરત શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા રચનાત્મક રીતે શહેર ના વિવિધ વિસ્તારમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપુર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની રહેશે તેની નોંધ લેવી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતીના ઉપ પ્રમુખ હરીશભાઈ સૂર્યવંશી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *